તમારું રૂપ ખરેખર ન્યારું.
રસમય તેમજ શાંતિભરેલું,
તેજોમય રઢિયાળું;
આનંદથકી અંકિત એવું,
પ્રેમીજનને પ્યારું ... તમારું રૂપ
જોતાંવેંત જ સમાધિ સુખના
અનુભવને દેનારું,
તન-મન-અંતર કરે અલૌકિક,
ચંદ્રથકી યે ચારૂ ... તમારું રૂપ
દર્શન એનું દિવ્ય થયું ને
થઈ ગયું અજવાળું,
'પાગલ' પ્રાણે ને આંખે એ
રૂપ સદા હો સારું ... તમારું રૂપ
- શ્રી યોગેશ્વરજી

