Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

રાગની એવી અનેરી રીત.

જાદુભરેલી, જોબનવાળી, આંખે મળી મારી મીટ;
એ જ પળે મારું હૈયું હરાયું, છૂટ્યું પ્રાણે સંગીત ... રાગની

મસ્ત મે'રામણ રોમમાં મારે, ઊછળી રહ્યો છે નીત;
તલસે છે તુજને મળવા માટે, ઠાલવી ઠાલવી પ્રીત ... રાગની

ગાલ ગુલાબી, મધુમય મુખડે, લાગ્યું ધ્યાન ખચિત;
રૂપની આગળ રાસ રમે છે, ચોરાયા જેવું ચિત્ત ... રાગની

ભૂલી શકાયે તને ના ઘડીયે, એવી થઈ છે પ્રીત;
દેવી તું મારા દિલડા કેરી, પૂરી થઈ તારી જીત ... રાગની

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit