Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

શિકારી, તારી જાતનો કરને શિકાર
        તારો પોતાનો કરને વિચાર ... શિકારી
 
બંદૂક ધારી શાને વનમાં ભમી રહ્યો છે,
        નિર્દોષ જીવોને કાં માર ?
કુદરતને ખોળે ખેલે કિલ્લોલ કરતાં પંખી,
        હત્યા શાને કરે ગમાર ? ... શિકારી
 
જીવન છે સૌને પ્યારું, સમજી લે તો તો સારું,
        છાંટો દયા તો દિલે ધાર;
નિર્દય થા ક્રૂર નહીં જોજે જગતમાં કહીં,
        જીવનને કાજે જીવન હાર ... શિકારી
 
મદ ને મમતાને મારી કામક્રોધ દે તું બાળી,
        આસક્તિ છોડી દે અસાર;
જ્ઞાનની ગોળી મારી અહંકાર દે સંહારી,
        બેડો તો થાયે તારો પાર ... શિકારી
 
દુઃખી કરે ભમાવે મનની વૃતિઓ તારી,
        વૃતિઓ તારી તે ઉજાળ;
પ્રભુના જ પ્રેમમાં 'પાગલ' બની જા ભાઇ,
        બગડેલી બાજીને સુધાર ... શિકારી

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit