Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સમાધિ શું કરવી, મારે સમાધિ શું કરવી ?

કુંડલિનીને સદ્ય જગાવી નવી જ્યોત ભરવી,
ધ્યાન ધારણાં ત્રાટકથી શું વૃતિ વશ કરવી ! ... મારે સમાધિ

નેતિ ધોતિ વજ્રોલી કરતાં કાયા ના દમવી;
શૂન્ય શિખર ચઢવા માટે મહેનત શું કરવી ! ... મારે સમાધિ

મહાવાક્યનો વિચાર કરતાં દુનિયા પરહરવી,
વિજનમહીં વસવાટ કરી શું મૌનવૃતિ ધરવી ! ... મારે સમાધિ

તીર્થભ્રમણ શું કરવું, કાયા ભસ્મથકી ભરવી;
પંચાગ્નિ સેવન શું કરવું, સિદ્ધિને વરવી ! ... મારે સમાધિ

નયન નયનમાં મળે પછીથી ચિંતા શી કરવી;
આલિંગનમાં એક થવાયે, તપસ્યા શી કરવી ! ... મારે સમાધિ

રૂપ તમારું નિરખું નિશદિન, મૂર્તિ નિત્ય નવી;
'પાગલ' પરવા સાધનની ના, થયો કૃતજ્ઞ કવિ ... મારે સમાધિ

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit