સાધક શ્રદ્ધાને વર તું !
ચંચલતા દે દૂર કરી, ના
ભ્રમણાને ભજ તું
શંકા સઘળીએ ટાળી દે,
હારે હિંમત શું ! ... સાધક
મનોબલ વિના આ મારગમાં
થાય ન સિદ્ધ કશું;
શંકાશીલ સદાય મરે છે,
પ્રગતિ કરે ન તસુ ... સાધક
ગુરૂ ને આત્મામાં કર શ્રદ્ધા
તેમજ સાધનશુ ;
વિના વિઘ્ન જો હોય જગતને
સ્મિત કરતાં તરવું ... સાધક
અનુભવની આ વાત વખણાયેલી
વાત ખરે જ કહું;
'પાગલ' શ્રદ્ધાના શઢ સાથે
માર હલેસાં તું ! ... સાધક
- શ્રી યોગેશ્વરજી

