Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મારું ઉર અનુરાગભર્યું.

છેક જ નાનું સાધારણ છે,
તોપણ સ્નેહ છલ્યું;
સુમન સમાન સુવાસિત કોમળ,
તમને ફકત વર્યું ... મારું ઉર

તમારી જ પૂજામાં લાગ્યું,
છેક જ મુગ્ધ થયું;
મૂક છતાં પણ પ્રબળ ખરેખર,
વજ્ર સમાન ઠર્યું ... મારું ઉર

મનોરથ થકી મંડિત મીઠું,
ક્લેશ સમસ્ત તર્યું;
મધુમય જગના મધુને એણે,
નિજ ભંડાર ભર્યું ... મારું ઉર

ચાહે તમારા ચરણે ઢળવા,
અન્ય વિષય વિસર્યું;
જોજો વધુ આઘાત કરો ના,
દર્દ ન જાય સહ્યું ... મારું ઉર

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit