Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

એણે નાંખ્યો મુજ પર રંગ !
તન પર નાખ્યો, મન પર નાખ્યો, હૃદયે નાંખ્યો રંગ ... એણે

લીલો પીળો લાલ વાદળી બધી જાતનો રંગ,
ફરી વળ્યો છે રંગ એહનો મારે અંગે અંગ ! ... એણે

નયને વ્યાપ્યો, વદને વ્યાપ્યો, હૃદયે વ્યાપ્યો રંગ,
ચરણે ઢાળી એણે મેંદી જેવી મીઠી ગંધ ... એણે

દર્શનથી કે સ્પર્શ સ્વરથકી આલિંગનથી રંગ,
ના જાણું કે શાથી નાખ્યો, નાખ્યો કિન્તુ રંગ ... એણે

‘પાગલ’ હું તો થયો છું, આજે ગાતાં ગાતાં છંદ,
મસ્ત પ્રાણ મારો હાસે છે પ્રક્ટયો જેમ મયંક ... એણે

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit