Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જોતાંવેત સમાધિ થાય,
મુજને સહજ સમાધિ થાય.

આંખ અમીમય આંખે મળતાં રાગ ઉરે ઉભરાય;
સુરતા એક થઈ જાયે ને  નૂતન નેહે નહાય ... મુજને

પદ્માસનની પરવા ન મને, ધ્યાન ધરું ન જરાય;
સર્વદશામાં સર્વકાળમાં મનડું મારું હરાય ... મુજને

રૂપ તમારું મંગલ મધુરું, જોતાં પ્રાણ વણાય;
દુઃખદર્દ ને મટે યાતના, તેમ ત્રિતાપ તરાય ... મુજને

'પાગલ' પ્રાણ પ્રસન્ન બનીને કાયમ કાજે ચહાય;
નજર સમીપ રહો નિત્ય તમે, હરખ ન મારો માય ... મુજને

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit