Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વ્હાલતણી વીણા હૃદયમાં વાગે
સૂર અમીભીના ઘટઘટે જાગે ... વ્હાલતણી

રોમરોમમાં ફુવારા ઉડે રસના લાખ હજાર
મંગલ મુખમાં ફુટી રહી છે અબજો મધુની ધાર
મળતો સ્વાદ અપાર, જીવનમાં જાગે;
મુક્તિ સ્વર્ગ વળી મનડુ શું માગે ! ... વ્હાલતણી

અંગઅંગમાં અમૃત આંજ્યું, શાંતિ છવાઈ તેમ;
શ્યામ શરીર વ્હાલ વરસાવે વર્ષાવાદળ જેમ;
આંખો તેજભરી સુહાય સુહાગે,
ચપલાના ચમકાર ક્ષુલ્લક લાગે ... વ્હાલતણી

કોણ અન્ય સુંદરતમ આવું તમારા વિના હો,
મુગ્ધ કરે મંગલ મનડાને તમારા વિના કો ?
સર્વસમર્પણ હો તમોને આજે,
આતમ જોતાંવેંત ગાયે રાગે ... વ્હાલતણી

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit