Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

આજની છે રઢિયાળી રાત.

પ્રકટ્યો ચંદ્ર ભરીને અમૃત,
ઓપે ગંગાઘાટ;
ફોરમ ફેલાયે ફૂલોની,
થાય સુવાસિત વાટ ... આજની રાત

ઠંડો વાયુ નિરંતર વાયે,
પુલકિત કરતાં ગાત;
પ્રકૃતિ પર્વ મનાવે જાણે,
માદક છે મધરાત ... આજની રાત

યાદ તમારી ગાઢ બને છે,
કોને કહેવી વાત !
'પાગલ' પિયુષ પાવા પ્રકટો,
ધન્ય બને કે જાત ... આજની રાત

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit