Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

MP3 Audio

*

આપો દર્શન એક જ વાર
અમને દર્શન એક જ વાર.

એ જ પ્રાર્થના ચરણે ધરિયે ઉઠતાં સાંજ સવાર,
સ્વીકારી લો સ્નેહ કરીને, પ્રકટ બનો તત્કાળ ... આપો દર્શન

દર્શન વિના દિવસ કૈં વીત્યા, દર્દ તણો ના પાર;
આતુરતાની અવધિ આવી, હવે કરો ના વાર ... આપો દર્શન

કોમળ કાયા, કાળજુ કૂણું, શે સહવાયે માર;
વિના વિલંબે કરો પ્રેમીને આજ પીડાથી પાર ... આપો દર્શન

ધન ના માંગુ, યશ ના ચાહું, વૈભવના ભંડાર;
વિરહમહીં અંગાગ જલે છે, શાંત કરો અંગાર ... આપો દર્શન

રોમરોમમાં રાગ ઉઠ્યો છે, તલસે પ્રેણ અપાર;
મધુરમુખ લઇ સામે આવો, સૌ સાધનનાં સાર ! ... આપો દર્શન

'પાગલ' બની પ્રેમમાં આવો હે હૈયાનાં હાર !
એક વખત પ્રકટીને પાછા જાવ નહીં કદીકાળ ... આપો દર્શન

- શ્રી યોગેશ્વરજી

Comments

Search Reset
0
Kedarsinhji M Jadeja
15 years ago
હવે પ્રભુ શું માંગુ કિરતાર જી
હરિ તેં તો આપ્યું અપરમપાર...

મ્હેર કરીને માનવ કૂળ્માં આપ્યો તેં અવતારજી
પોષણ કાજે પ્રભુ તેં આપ્યું, અન્ન અન્ન દાતાર..

જલતેં આપ્યું સ્થલ તેં આપ્યું વસુનોકેવો વેપારજી
મેઘ રાજાની મહેર આપી તેં, વાયુનો રૂડો વહેવાર...

મુખ દીધું તેં માનવી ને પણ એમાંએ ઉપકારજી
વાણી આપી વનમાળી તેં, રીઝ્વવા કિરતાર...

કીડી નો કરતા હાથી નો ભર્તા વિશ્વેશ્વર તું વિરાટ જી
મુજ ગરીબની ગરજ કેટલી, શાને કરૂં હું ઉચાટ..

એક અરજી સાંભળ હરજી આ દીન ની દીન"કેદાર"જી
હરપલ હર ક્ષ્ણ હરિ ભજી લંવ, એટલો કર ઉપકાર...

- કેદારસિંહજી મે જાડેજા (ગાંધીધામ, કચ્છ)
Like Like Quote
0
Kedarsinhji M Jadeja
15 years ago
કોઇ પરખી શકે પરમેશ્વર ને, એ તો માનવની તો મજાલ નથી
પણ ભાવ ધરી ને ભક્તિ કરે, તો દામોદરજી દુર નથી...

લંકેશ વિંધાણો વેદી હતો, દસ શિશ ચડાવ્યા શંકર ને
નિજ ભક્ત ને ભ્રાત ની લાત પરી, આમાં વૈદેહીની વાત નથી...

હણવા હરણાકંસ રાક્ષસ ને, અવતાર ધર્યો સ્થંભ ફાડી ને
એતો પાપ વધ્યંતું પ્રુથ્વી ઉપર, પ્રહલાદ પર બસ ઉપકાર નથી...

શબરી સુગ્રિવ ને કેવટની, આરદ અવધેશે ઉરમાં ધરિ
પ્રભૂ ચૌદ વરષ વનમાં વિચર્યા, આમાં કૈકેઇનું કૌભાંડ નથી...

આવે જ્યાં યાદ યશોદાની, નયનોના નિર ના રોકિ શકે
ગીતાનો ગાનારો ગોવિંદો, મોહન માયાથી દુર નથી..

સુરદાસ સુદામા નરસૈયો, તુજ નામ થકિ ભવ પાર થયા
તેં ઝહેર મીરાંના પી જાણ્યા, "કેદાર" શું તારો દાસ નથી...

- કેદારસિંહજી મે જાડેજા (ગાંધીધામ, કચ્છ)
Like Like Quote

Add comment

Submit