Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સિંધુમાં આજે હોડી દો સ્નેહના સમીર
અંતરની મારી અરજી લો લક્ષમાં લગીર ... સિંધુમાં આજે

વહેલી સવારથી મેં સફર શરૂ કરી છે,
તનમનઅંતરને અર્પી પ્રાણની પૂજા ધરી છે;
કાળના કપાતા જાય નીર ... સિંધુમાં આજે

નદીના પ્રવાહો આવે, ભેખડોને ના સતાવે,
આનંદી અંતર મારું વિઘ્નો હઠાવે ભાવે;
નાવિક પણ થાય ના અધીર .. સિંધુમાં આજે

તમારે ભરોસે હું તો પ્રવાસી બન્યો છું મોટો,
સાથ હો તમારો તો ના જીવનમાં સુખનો જોટો;
ટળી જાય તાપ તેમ પીર ... સિંધુમાં આજે

કરી દો કૃપા તમે તો સફળ બને આ ફેરો,
વિષમાં અમૃત ને ચરણે મળે સ્વાદ જીવનકેરો;
'પાગલ' નાવડી પહોંચે તીર ... સિંધુમાં આજે

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit