Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમારે કાજે હૃદયમાં કારમી પીડા
જગાડી દો, વગાડી દો વેદના વીણા.

તમારા સંસર્ગ માટે હૈયું આ આતુર
કરી દો હંમેશ માટે પ્રેમ-ચકનાચૂર.

રાગ ને આલાપ બીજા સૌ વિલીન બનો,
તમારો અનુરાગ શતશત કલામાં પ્રકટો !

રહેવાયે એક ક્ષણ ના લાલસા એવી
ભરી દો નસમાં તમારા પ્રેમની ભારી.

આંખ કેવલ જુએ તમને, વિચારે આ ચિત્ત,
તમારી જ રહો અનેકગણી થઈને પ્રીત.

કરી 'પાગલ' છટપટાઓ ભલે ઈચ્છો તો,
ચેન આલિંગન વિના ના પડે એ વર દો !

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit