Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મધુર મધુર ઓ મધુર મધુર !
મધુર તમારું સર્વ મધુર,
ઓ મધુર, મહારસથી ભરપૂર !
મધુર મધુર ઓ મધુર મધુર !

મધુર નયન, મધુ ભ્રમર, વદન મધુ;
મધુરસથી વચને ભરપૂર;
મધુર કેશલટ, મધુર ચલન, મધુ વસન,
દૃષ્ટિ મધુથી ભરપૂર.

મધુ મધુ દર્શન, મધુ મધુ સ્પર્શન,
મધુ મધુ ચિંતન, સર્વ અનૂપ,
મધુ મધુ કીર્તન, રસભર ઘનસમ
અંગ તમારું રસે ભરપૂર.

મધુ તમે, આ મધુમય વિશ્વનું,
એક સનાતન સાચે મૂલ,
મંગલ મિલન મધુર, વિરહનું
જે દર્દ તેય સાચે સુમધુર !

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit