Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

કમી તમને હતી કોઇય વસ્તુની નહીં જગમાં,
છતાં ભૂલીશ ના જગ્યા કરી મારી તમે ઉરમાં.

કર્યું દર્શન મુજમહીં પ્રેમનું પોતે જ પ્રેમ છતાં,
તમારા રિક્ત ઉરની પૂર્તિ જોઇ ને તમે મુજમાં.

પવિત્ર છતાં પવિત્ર થવાં તમે ન્હાયા મુજ પ્રણયમાં,
તમારું હૃદય તલસે મને, હરખો સોડમાં લેતાં.

થઇ 'પાગલ' તમે આનંદમય આનંદ પણ લભવા,
કર્યો છે પ્રેમ તમારી સાથ ના ભૂલીશ જીવનમાં !

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit