Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

આવું તે શું કરો, અહર્નિશ આવું તે શું કરો !

અક્ષયપાત્ર મહીં અમૃતનો અર્ણવ દિવ્ય ભરો,
નેન નેહ નીતરતાં ઢાળી સમીપમાં વિહરો,
આતુર કરો હૃદયને તોયે બિંદુ ન એક ધરો ... અહર્નિશ

પાંપણ પર પગલી પાડીને પ્રાણ ઉપર અભિષેક
કરતાં ઘડી વિરાજો પામી આરાધન અતિરેક,
પ્રસાદ પામું ના પામું ત્યાં પાછા તરત ફરો ... અહર્નિશ

પરબ પ્રેમની પૂર્ણ તમારી પાંથ જેમ પેખી,
સઘન છાંય વૃક્ષોની પામી ઉલ્લાસિત વિવેકી,
આવું આગળ ત્યાં તો સત્વર દ્રશ્ય સમસ્ત હરો ... અહર્નિશ

સ્નાન કરે સુખરૂપ સરિતામાં ભલે સદાય વિહંગ,
કૃતાર્થ થાય સલિલ પાન કરી સર્વ અંગ પ્રત્યંગ,
હવે પૂરાણી ક્રીડા છોડો કરવા ખેલ ખરો ... અહર્નિશ

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit