Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પેલી વેણુને શું થયું, દિવાનું દિલડું એનું બન્યું.

વાંસ તણો ટૂકડો પણ કેવું કિસ્મત છેક ફર્યું,
મનમોહનને મોહ પમાડ્યો અમૃત અદકું ધર્યું,
ઋષિવર વરતાં જેને એનું અંતર એને વર્યું ... પેલી વેણુ

તપવ્રત શમદમ સાધન કીધાં, પરમ પુણ્ય પ્રકટ્યાં,
જ્ઞાનયોગના ફળ ને પામી, તીર્થ ઉરે અટક્યાં ?
બની મુગ્ધ એ મુરલીધરનું મન પણ મસ્ત કર્યું ... પેલી વેણુ

જડ તોપણ જીવનને જગવ્યું જગજીવન પ્રાણે.
છોડે એને ક્ષણ પણ એના જાગૃતિમાં ધ્યાન,
એના સ્વર સાંભળતાં સર્જન સૌ સંતાપ તર્યું ... પેલી વેણુ

પ્રથમ બની પોલી ને પામી સમર્પણ થકી પ્રેમ;
કાળી તોપણ કંચનવર્ણી લીધો સેવા નેમ,
હરિની થઇ રહી તો હૈયું હરિવર કેરું હર્યું ... પેલી વેણુ

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit