Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મળ્યા દેવો ના દેવ પરમ જેને
તે દેવને અન્ય મળે ન મળે;
જેણે વાત કરી જગદીશ્વર શું
તે અન્યને વાત કરે ન કરે ... મળ્યા

અભિરામ નિહાળ્યું સ્વરૂપ પછી
જગના રૂપોને જુએ ન જુએ;
જેણે મહિમાનો મહારસ માણ્યો
મહિમાને અન્ય સુણે ન સુણે ... મળ્યા

સ્નાન કરે નિશદિન ગંગામાં
તે બીજે સ્નાન કરે ન કરે;
ઘટ ઘટમાં શાંતિ પરમ પ્રકટી
બીજે સુખ કાજે ફરે ન ફરે ... મળ્યા

પારસનો સ્પર્શ થયો જેને
તે લોહનો સ્પર્શ કરે ન કરે;
સંજીવન પામ્યા પૂર્ણ પછી
સાગરમાં તરે કે તટને મળે ... મળ્યા

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit