MP3 Audio
*
આ જીવનના પુણ્યપ્રવાસે એકલ આવી એકલ જાવું.
અંતરની વીણા પર નિશદિન ગીત સનાતન એકલ ગાવું.
આશા કેવળ એક જ મારી ધ્યેયતણું વિસ્મરણ ન થાયે,
પૂર્ણ કરું યાત્રાને ત્યારે પાછળ પગલાં પુનિત પડાયે ... આ જીવનના
સંબધ ભલે થાય અનોખા આસક્તિ પણ ક્યાંય ન જાગે,
રોમરોમમાં મગંલવીણા તમારી જ રસઝરતી વાગે,
મમતા હો અન્યત્ર ન ક્યાંયે પ્રિય ન તમારા સમ કો લાગે ... આ જીવનના
સાથ સનાતન રહે સાંપડી શ્રેયસ્કર સુખકારક ન્યારો,
તમારી જ હો હૂંફ અનોખી વરદ હસ્ત હો શિરે તમારો;
પ્રવાસ એકલ હો કરવાનો તો પણ લાગે નહીં અકારો ... આ જીવનના
- શ્રી યોગેશ્વરજી