આપણે આ સ્થળમાં પણ હતા.
તમે હતા શંકરાચાર્ય, તમે હતા શંકર ... આપણે
અતીતકાળ થકી ગાયેલું દિવ્ય પ્રીતનું ગીત,
વિવિધ વેશમાં, વિવિધ સ્થળોમાં પાઈને નવનીત,
ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્વિમે હતી આપણી પ્રભા ... આપણે
જગતકાજ જન્મ્યાં, જીવ્યાં ને અંતે થયાં વિલીન,
સંસ્કૃતિ કેરા ઉષ:કાળથી બજાવીને બીન,
કેવો રસ કેવી ક્રીડા ને કેવી દિવ્ય છટા ! ... આપણે
વંદન પૃથ્વી પ્રેમે તુજને, તારું ગૌરવગાન,
ગાતા રહી અહર્નિશ ફરીએ એક કરીએ પ્રાણ;
એકમેકની સંનિધિ માંહી હો સાકેત સદા ... આપણે
- શ્રી યોગેશ્વરજી