Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મનની મનમાંહી જ રહી.

પૂરી કથા શક્યો ન કહી
પૂરો ભાવ શક્યો ન લહી ... મનની

મળ્યા આપણે એક પરબ પર
મળી અમીમય આંખ,
વિહારે ચઢ્યાં વિશાળ વ્યોમે
ફેલાવીને પાંખ.
ઉડ્યાં વા ઉડ્યાં ત્યાં જ ગયો
વખત બધોય વહી ... મનની
 
અનુભવ્યું અને માણ્યું તે ના
વ્યર્થ શકાય કહી,
સંસ્મૃતિ એની રહ્યું સાચવી
હૃદય રસાળ વહી.
ફરી ફરી પામીશું જીવન
મળતાં નિત્ય અહીં ... મનની

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit