if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

દિવસ પ્રભુનું સ્વરૂપ છે

अहोरात्रो वै प्रजापतिस्तस्याहरेव प्राणो रात्रिरेव रयिः
प्राणं वा एते प्रस्कन्दन्ति ये दिवा रत्या संयुज्यन्ते
ब्रह्मचर्यमेव तद्यद्रात्रौ रत्या संयुज्यन्ते ॥१३॥

Ahoratro vai prajapatis tasyahareva prano ratrir eva rayih
Pranam va ete praskandanti ye diva ratya samyujyante
Brahmacharyam eva tadyadratrau ratya samyujyante ॥ 13॥

દિવસરાત તે પરમેશ્વર છે, દિન છે તેમાં પ્રાણ ખરે,
રાત રૂપ છે રયિનું, દિવસે જીવનશક્તિ પ્રદીપ્ત રહે.
દિવસે સ્ત્રીસંભોગ કરે તે નાશ કરે છે પ્રાણતણો,
રાતે સ્ત્રીસંભોગ કરે તે બ્રહ્મચર્ય છે એમ ગણો.
(દિવસે તો પરમેશ્વરરૂપી પ્રકાશ માટે યત્ન કરો,
ઋતુકાલરુપી રાતે સ્ત્રીનો ભોગ નિયમપૂર્વક કરવો.) ॥૧૩॥
*
अन्नं वै प्रजापतिस्ततो ह वै तद्रेतस्तस्मादिमाः प्रजाः प्रजायन्त इति ॥१४॥
Annam vai prajapatis tato ha vai
tadret astasmadimah prajah Prajayanta iti ॥ 14॥

અન્ન રૂપ છે પ્રભુનું તેથી વીર્ય જગતમાં થાયે છે,
તે વીર્યથકી જીવ ચરાચર સૃષ્ટિ સારી થાયે છે. ॥૧૪॥
*
तद्ये ह वै तत् प्रजापतिव्रतं चरन्ति ते मिथुनमुत्पादयन्ते ।
तेषामेवैष ब्रह्मलोको येषां तपो ब्रह्मचर्यं येषु सत्यं प्रतिष्टितम् ॥१५॥

Tadye ha vai tat prajapati vratam charanti te mithun amutpadayante ।
Tesame vaisa brahma-loko yesam tapo
brahmacharyam yesu satyam Pratisthitam ॥ 15॥

तेषामसौ विरजो ब्रह्मलोको न येषु जिह्ममनृतं न माया चेति ॥१६॥
Tesamasau virajo brahmaloko na yesu jihmam anrutam na Maya cheti ॥ 16॥

પ્રજા ચહીને ભોગ કરે તે પુત્રપુત્રીને પામે છે;
બ્રહ્મચર્ય ને તપ પાળે જે ઈશ્વર હૃદયે રાખે છે,
કૂડકપટ ને જૂઠ ન જેમાં તૃષ્ણા ના કો’ જાગે છે,
તે પામે છે બ્રહ્મલોકને બીજા ના તે પામે છે. ॥૧૫-૧૬॥
*
Iti prasnopanisadi prathamah prasnah ॥
પ્રથમ પ્રશ્ન સમાપ્ત

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.