Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
एष हि द्रष्ट स्प्रष्टा श्रोता घ्राता रसयिता
मन्ता बोद्धा कर्ता विज्ञानात्मा पुरुषः ।
स परेऽक्षर आत्मनि संप्रतिष्ठते ॥९॥

Esa hi drasta sprasta srota ghrata rasayita
Manta boddha karta vijnanatma purusah ।
Sa pare'ksara atmani sampratisthate ॥9॥

જુએ અને સ્પર્શ કરે, સુંઘે, સુણે, સ્વાદ લે, મનન કરે,
જાણે ને જે કર્મ કરે તે જ્ઞાનરૂપ જીવાત્મા છે;
તે પણ અવિનાશી એવા પરમાત્માને આશ્રય રે’છે,
તેના વિના નથી તેને કૈં શાંતિ અને આધાર ખરે. ॥૯॥
*
परमेवाक्षरं प्रतिपद्यते स यो ह वै
तदच्छायमशरीरम्लोहितं शुभ्रमक्षरं वेदयते यस्तु सोम्य ।
स सर्वज्ञः सर्वो भवति । तदेष श्लोकः ॥१०॥

Paramev aksaram prati-padyate sa yo ha vai
Tadacchayam asariram lohitam Subhram aksaram vedayate yastu somya ।
sa sarvajnah sarvo bhavati । Tadesa slokah ॥ 10॥

જેને છાયાદેહ નથી, ને રૂપરંગથી જે પર છે,
તેવા પુરુષને જાણે તે પરમાત્માને પામે છે;
તેવો સાધક સર્વજ્ઞ બને, સર્વરૂપ ને થાયે છે,
તે સંબંધે એક ઋચા છે, મને યાદ તે આવે છે. ॥૧૦॥
*
विज्ञानात्मा सह देवैश्च सर्वैः प्राणा भुतानि संप्रतिष्ठन्ति यत्र
तदक्षरं वेदयते यस्तु सोम्य स सर्वज्ञः सर्वमेवाविवेशेति ॥११॥

Vijnanatma saha devais cha sarvaih
Prana bhutani sampratisthanti yatra
Tad aksaram vedayate yastu somya
Sa sarvajnah sarvamev aviveseti ॥ 11॥

પંચભૂત ને પંચપ્રાણ, અંતર ને સૌ ઈન્દ્રિય સાથે,
જેમાં આત્મા વાસ કરે તે જાણે જે પરમાત્માને,
તે સર્વજ્ઞ બને ને સર્વસ્વરૂપ બ્રહ્મમાં એક બને;
પ્રશ્નતણો ઉત્તર આ રીતે થઈ ગયો છે પૂર્ણ હવે. ॥૧૧॥
*
ચોથો પ્રશ્ન પૂરો
Iti prasnopanisadi chaturthah prasnah ॥