Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
तिस्रो मात्रा मृत्युमत्यः प्रयुक्ता अन्योन्यसक्ताः अनविप्रयुक्ताः ।
क्रियासु बाह्याभ्यन्तरमध्यमासु सम्यक् प्रयुक्तासु न कम्पते ज्ञः ॥६॥

Tistro matra mratyumatyah prayukta
Anyonya saktah anaviprayuktah ।
Kriyasu bahyabhyantar amadhyamasu
Samyak prayuktasu na kampate jnah ॥6॥

ઓમકારતણી માત્રાનો જે અલગ અલગ ઉપયોગ કરે,
સાથે તેમજ મંત્ર વાપરે, પદાર્થ ચાહે કૈંક લભે;
પદાર્થ સૌ તે મૃત્યુ આપતા, મૃત્યુથકી તો તે જ બચે,
બધી વખત જે ઓમકારનું ઈશ્વર માટે ધ્યાન કરે. ॥૬॥
*
ઉપાસનાનો ઉપસંહાર

ऋग्भिरेतं यजुर्भिरन्तरिक्षं सामभिर्यत् तत् कवयो वेदयन्ते ।
तमोङ्कारेणैवायतनेनान्वेति विद्वान्  यत्तच्छान्तमजरममृतमभयं परं चेति ॥७॥

Rugbhiretam yajurbhir antariksam
Samabhiryat tat kavayo vedayante ।
Tam omkaren aivayatanen anveti vidvan
Yat tacchantam ajaram amrutam abhayam param cheti ॥ 7॥

માત્રા એક ઉપાસે તેને મનુષ્યલોક મળે છે આ,
બે માત્રાની ઉપાસનાથી ચંદ્રલોક પામે છે હા !
પરંતુ પ્રભુની પ્રાપ્તિ માટે ૐકારતણું ધ્યાન કરે,
બ્રહ્મલોકમાં જાય તે, ખરે જેને જ્ઞાનીજન સમજે.
વિવેક છે જેનામાં તેવો સાધક તો ૐકારથકી,
પરમાત્માની પ્રાપ્તિ કરી લે, જરા-મૃત્યુ-ભય જાય તરી. ॥૭॥
*
પાંચમો પ્રશ્ન પૂરો
Iti prasnopanisadi panchamah prasnah ॥