Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સુણી લો અરજી મારી આજ.
કરુણા કરી પધારો જલદી, કરવા મારું કાજ....સુણી લો.

હજી સાંભળ્યો કેમ તમે ના, આતુર છેક અવાજ;
આજ સુધી સચવાઈ કેમે, જો જો જાય ના લાજ....સુણી લો.

ક્ષુધિતને તમે શાંતિ આપતા, ઉત્તમ મિષ્ટ અનાજ;
શાંતિ માટે તેમજ પ્રકટો સજતાં સુંદર સાજ....સુણી લો.

વિલંબ કેમ કરો છો, મેં કૈં નથી માગિયું રાજ;
નવી નથી આ વાત તમારે, કર્યાં કૈંકનાં કાજ....સુણી લો.

કહે તમોને દીનબંધુ ને, ભક્ત ગરીબનિવાજ;
'પાગલ’ બાળકને અપનાવો, સૃષ્ટિના શિરતાજ ! ....સુણી લો.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit