Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

નમન કરું, નમન કરું, સાંઈબાબા, નમન કરું.
નેહ કરીને નમન કરું, સાંઈબાબા નમન કરું.

તમારા વિના આ સંસારે કોણ હિતેચ્છુ કહો ખરું ?
માતપિતા કે પ્રેમીજન કો, કોને કહો સપ્રેમ સ્મરું ? ... નમન કરું.

કોના ચરણોમાં મનમિલ્કત તેમજ અંતર આર્ત ધરું ?
કોને કાજે કહો ગીતમાં મધુરા મારા ભાવ ભરું ? .... નમન કરું.

કોણ તમારા જેવું મોટું, સમર્થ તેમ દયાળુ નરુ ?
કોના ઉરમાં કરુણા ઝરણાં; સ્મરણ કરું સાનંદ ફરું. .... નમન કરું.

પ્રેમ તમારો વરસાવી દો, મૃત્યુથકી તો નહિ ડરું ;
શોક તાપ ને ભય સૌ ભાગે, કાયમકાજે કલેશ તરું. .... નમન કરું.

મા’ની પૂર્ણ કૃપા થૈ જાયે આશા એવી એક કરું ;
'પાગલ’ કે’ આશિષ વરસાવો,પૂર્ણ કૃતાર્થ થઈ વિચરું .... નમન કરું.

  - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit