Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સાંઈ પ્રભુજી, તરત પધારો !

બોલાવું કે તરત પધારો,  
દુઃખદર્દ ને ચિંતા ટાળો ;
પ્રેમીજનના પૂરી મનોરથ,
કોલ તમે આપેલો પાળો. ... સાંઈ પ્રભુજી.

થોડા ભાવ વધુ લો માની,
અલ્પ અમે તો આખર પ્રાણી;
શરણાગત નરસો કે સારો,
તાપથકી કરુણાકર, તારો. ... સાંઈ પ્રભુજી.  
 
દર્શન આપો, વાત કરી લો,
કોમળ સ્પર્શ કૃપાળુ, ધરી દો ;
'પાગલ’ વિરહ સદાય નઠારો;
સાંઈ પ્રભુજી તરત પધારો ! ... સાંઈ પ્રભુજી. 

   - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit