Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

MP3 Audio

*

સાંઇનાથ આજે તો આવો જરૂર,
જિંદગી તમારા વિનાની ધૂળ ... સાંઈનાથ

કેટકેટલા દિનોથી તલસું તમોને,
અંતરની વેદના કહું કહોને કોને;
હૈયું થયું મળવાને ગાંડુતૂર... સાંઈનાથ

લાજે કૃપા તમારી જો ના પધારો,
આપેલા કોલ તમે સત્વર ના પાળો;
કેમ ગમે દિલને રહેવું દૂર ?... સાંઈનાથ

આંખોમાં અંજન છે આંજેલ પ્રેમનું,
અંગે અનુરાગ ભર્યો, દુર રહું કેમ હું ?
પ્રાણમહીં જાણે છે પ્રેમનું પૂર ... સાંઈનાથ

દર્શનની કામના કૃતાર્થ કરો આજે,
આશિષની વર્ષા કરો મારે કાજે;
અજવાળો અંગાગ રેલીને નૂર ... સાંઈનાથ

સેવાનો ભેખ લઇ વિચરો તમે તો,
ભક્તોને તારનાર બીજો કહો કો?
'પાગલ' છે પ્રેમી મહીં મશહૂર ... સાંઈનાથ.

   - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit