Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વરસાવો કૃપાવૃષ્ટિ હે સંતન સાચા !
સરજી દો નવી સૃષ્ટિ હે સંતન સાચા ! ... વરસાવો.

પરોપકારને કાજે, ધરી કાયા પ્રેમી કાજે;
કરી દો સત્ય તે આજે હે સંતન સાચા ! ... વરસાવો.

તનમનમાં તમારા મંગલની ચાલે માળા;
અમંગલ ટાળો મારાં હે સંતન સાચા ! ... વરસાવો.

ક્ષમા ને દયા તમારી ત્રિભુવનમાં છે ન્યારી;
વખણાયે બલ ભારી હે સંતન સાચા ! ... વરસાવો.

વાદળને ભેદ નહીં, વરસે જ્યાં હોય તહીં;
વાયું રહે બધે વહી હે સંતન સાચા ! ... વરસાવો.

વિવેકજ્યોતિ જલાવો, અંધારાં ઊંડાં હલાવો;
શોક ને ચિંતા શમાવો હે સંતન સાચા ! ... વરસાવો.

થોડી પ્રીતિ ઘણી માની, આને જાણી વેદવાણી;
પ્રસન્ન હો જ્ઞાની દાની હે સંતન સાચા ! ... વરસાવો.

'પાગલ’ તમારે માટે તેને મળો શિરસાટે;
વિનવું નેહને નાતે હે સંતન સાચા ! ... વરસાવો.

વરસાવો કૃપાવૃષ્ટિ હે સંતન સાચા !
સરજી દો નવી સૃષ્ટિ હે સંતન સાચા ! ... વરસાવો.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit