Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમે સાચે પ્રકટ પ્રભુ.
દીનબંધુ ને દુઃખ હરનારા, પાલક વિશ્વવિભુ. .....તમે

ધારક તેમજ નાશક સૌના, વ્યાપેલા જગશું;
જીવન સૌના પ્રાણ થયેલા, અનાદિ અમર પ્રભુ. ...તમે

માતપિતા ને સ્વજન સખા છો, સ્વામી તમે ગુરૂ;
પ્રેમી કાજે પ્રકટ બનો છો, ધારો દેહ હજુ. .....તમે

મહીતણા મંગલને માટે, જીવન છે સઘળું;
શરણાગતની રક્ષા કરવા, વ્રત લીધું કપરું. .....તમે

'પાગલ’ મનડું મધુર તમારી, પાછળ મુગ્ધ થયું;
કૃપાતણી વર્ષા છો વરસે, ચરણે ચિત્ત ઠર્યું. .....તમે

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit