Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સંત પુરૂષની પૂર્ણ કૃપા હો;
સંકટ આવે, કંટક પરથી
પડે ચાલવું કદી પછી છો. ... સંત પુરૂષની.

વિઘ્નોનાં વાદળ વિખરાશે,
દુઃખ બધાંયે દૂર થશે જો;
કરમાયેલાં કોમળ બનશે,
ખીલી ઉઠશે ફરી હૃદય તો. ... સંત પુરૂષની.

જડજીવનમાં ચેતન ફરશે,
રોતાંને ના પાર હરખનો ;
દળદર દૂર થશે જીવનનાં,
અમૃત વરસી જાય પછી તો. ... સંત પુરૂષની.

આશીર્વાદ મળ્યે સંતોના,
અશક્ય અવનીમાં નવ કૈં હો ;
'પાગલ’ પ્રભુ કરુણા વરસાવો,
સંશય શ્રેયતણો જ પછી શો ? ... સંત પુરૂષની.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit