Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

દીનનદેવ સકળ દુઃખહારી!
અધમોદ્ધારક, હે જગનાયક,
પાવક હે ભવતારક ભારી. ... દીનનદેવ.

કરુણાગાર સુખદ સંકટહર,
ક્ષમાનિધાન મહાઅવતારી;
પ્રેમળ પાવન દર્દવિનાશક,
સાઈ સુણજો અરજ અમારી. ... દીનનદેવ.

ચરણમહીં મારું મન રાચો,
રોમ રોમમાં મૂર્તિ નાચો;
'પાગલ' પ્રાણ પ્રસાદી પામો,
જગમંગલ જગજીવનધારી ... દીનનદેવ

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit