Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સંતપુરૂષ હે અખિલ જગતના,
પ્રણમું વારંવાર, પ્રેમે પ્રણમું વારંવાર !

તમારા વિના કોને પ્રણમું,
ભજું રટું ને સ્તવું તેમ હું ;
જીવનના આધાર, પ્રેમે પ્રણમું વારંવાર ! ...સંતપુરૂષ હે.

સાથ તમારો પામું ત્યારે
ઉભરાયે ઉર રસની ધારે ;
લાગે અન્ય અસાર,પ્રેમે પ્રણમું વારંવાર ! ...સંતપુરૂષ હે.

આંખમહીંથી અમૃત ઢાળો,
સુખનો પાર રહે ના મારો ;
થઉં કલેશની પાર, પ્રેમે પ્રણમું વારંવાર ! ...સંતપુરૂષ હે.

વચન તમારાં સુણવાં મારે;
રમું નિરંતર એ જ વિચારે;
પ્રાર્થું વારંવાર, પ્રેમે પ્રણમું વારંવાર ! ...સંતપુરૂષ હે.

ચરણમહીં જીવનનું ઝરણું,
વહી રહે મારીને મરણું,
'પાગલ' પ્રાણાધાર! પ્રેમે પ્રણમું વારંવાર ! ...સંતપુરૂષ હે.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit