Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

હરતાં ફરતાં ભાવે ભજજો સાંઈનાથ સમર્થ રે.
અંતરના ઉંડાણે રટજો સાંઈનાથ સમર્થ રે.

મનને નિર્મળ કરતાં દેજો સ્થાપી ચરણોમાંહી રે,
સુરતાને એકાગ્ર કરો તો કમી રહે ના કાંઈ રે.... હરતાં ફરતાં.

વિચાર વિમલ કરીને સેવો એ સૃષ્ટિના સ્વામી રે;
કર્મ કરી લો ઉત્તમ લેશો શ્રેયપ્રેયને પામી રે.... હરતાં ફરતાં.

પ્રાર્થના કર્યે ઉત્તર આપે, ચિંતા સર્વે ટાળે રે.
અશક્યને પણ શક્ય કરી દે, મુસીબતોને મારે રે.... હરતાં ફરતાં.

પ્રેમ કરો તો પામો મેવા, કરો સ્નેહથી સેવા રે;
'પાગલ’ ધન્ય કરી દે સત્વર,સાઈ આ છે એવા રે,... હરતાં ફરતાં.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit