Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમારે ભરોસે છોડી મેં
જીવનની હોડી તમારે ભરોસે છોડી મેં.
ચિંતા સતાવે હવે શે ? ... જીવનની હોડી.

ઊંચા તરંગો આવે, ભેખડ ને પત્થર ભારે,
ખાડા ને ટેકરાની આવે અગણિત છો હારે ;
ભીતિ હવે ના લગીરે. .... જીવનની હોડી.

ગરજે છો સાગર સામે, વાયુ બધા લાગ્યા કામે ;
તોફાની વાતાવરણે મળતો ના છો આરામે ;
નિરાશા અડે ના આતમને. .... જીવનની હોડી.

ચપલા ચમકે ચોપાસે, વાદળ જાણે કે હાસે ;
વરસાદે માજા મૂકી, પ્રવાસી પામર સૌ નાસે ;
શ્રદ્ધાનું ગીત છોડ્યું મેં. .... જીવનની હોડી. 

નાવિક તમે છો મારા, એકાકી ધ્રુવ તારા ;
તમારે આધારે મેં તો છોડ્યા હલેશાં મારા ;
કરી દેશો પાર 'પાગલ’ કે’ .... જીવનની હોડી.

 - શ્રી યોગેશ્વરજી

Comments

Search Reset
0
Tejas Patel
17 years ago
Sai New Bhajan...
Like Like Quote

Add comment

Submit