Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

MP3 Audio

*

તમે મારું કરશો પાર જહાજ (૨)

થાયે ડગમગ, હાલે રગરગ, આવે ઘોર અવાજ;
શ્રધ્ધા મારી તોય ન તૂટે, કેમે કરતાં આજ ... તમે મારું
  
ગરજે ઘોર તરંગો ભારે, વાજે વાયુ પખાજ;
ચારે કોર તિમિરદળ છાયાં, વર્ષા કરતી કાજ ... તમે મારું

ઘડી ગમે તેવી છો આવે, લેશ મને ના દાઝ;
સલામત તમારા હાથમહીં સદાયે મારી લાજ ... તમે મારું

આંસુ નથી કૈં ક્લેશ ન મારે, હે મારા શિરતાજ !
'પાગલ' કરો જરૂર કિનારે, આજે ગરીબનિવાજ ... તમે મારું

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit