Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

MP3 Audio

*

શ્રદ્ધા ઘણી રાખી રહ્યો છું હું,
હવે તમે વાર કરો છો શું?  ... શ્રદ્ધા ઘણી

સર્વસમર્થ તમોને માની
ધ્યાન ધરી રહ્યો હું;
જે ધારો તે સર્વ કરી શકો,
આશા મરી ના હજુ.... શ્રદ્ધા ઘણી

નાવડું ડગમગ ડોલે છે મારું,
ગરજે છે આભ ઘણું;
ઉઠે ઉત્તુંગ તરંગ ચોપાસ,
તોયે ના દુઃખ ગણું ... શ્રદ્ધા ઘણી

લાંબો પ્રવાસ ને સાથ ના કોઈ,
હિંમતે આગે બઢું;
રાતના પડછાયા પડતાં છતાંયે
શોકથી ના જ રડું ... શ્રદ્ધા ઘણી

આધાર એક તમારો છે મારે,
આવોને વ્હારે હજુ;
'પાગલ’ પ્રેમને નાતે કરી છે
અરજી મેં આજ રજુ ... શ્રદ્ધા ઘણી

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit