Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમારે મુશ્કેલ કશું ના.

જે ધારો તે કરી શકો છો સત્ય કહું છું હા !
સર્વસમર્થ કહ્યા છે તેથી નાથ ચરાચરના ! ... તમારે

ખારો કૂપ કર્યો મિષ્ટ તમે, રંક કર્યા રાયા;
તેલ વિનાના દીપક બાળ્યા, કરો તમે શું ના ? ... તમારે

દ્રષ્ટિ અંધજનોને આપી એમ ગવાયે કથા;
અસાધ્ય દર્દ મટાડ્યાં કૈંનાં, મૃતને પ્રાણ ધર્યાં ... તમારે

ચિંતા ટાળી, ક્લેશ શમાવ્યા, ઉજ્જવળ માર્ગ કર્યા;
શરણાગતને પ્રેમે પાળ્યા, કૈં ભંડાર ભર્યાં ... તમારે

મારે માટે કેમ સુકાઇ આજ ગઇ કરુણા ?
સફળ કરી દો ઇચ્છા મારી, લેશ રહે ના મણા ... તમારે

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit