Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

આશા મારી પૂર્ણ કરી દો આજ.
કેટકેટલા દિનથી ઝંખુ, પૂર્ણ કરી દો કાજ  ... આશા મારી

મૂંગું મૂંગું રોતાં કરતો નિત્ય કરૂણ અવાજ;
કૃપા કરો તો વાગે મારે મંદિર ઝાંઝ પખાજ ... આશા મારી

તપ્ત હૃદયને શાંત કરી દો તેમ સજાવો સાજ;
પાર ઉતારો શીઘ્ર સલામત, ડગમગ થાય જહાજ  ... આશા મારી

પ્રકાશ કિરણે પ્રાણ ભરી દો, 'પાગલ’ના શિરતાજ !
શાંત કરી દો, ધન્ય કરી દો, હવે ગરીબનિવાજ ! ... આશા મારી

સાધારણ ઇચ્છા છે મારી, નથી માગતો રાજ;
શરણાગત છું, રહી તમારે હાથે મારી લાજ ... આશા મારી

 - શ્રી યોગેશ્વરજી

Comments

Search Reset
1
K N Desai
15 years ago
It would be nice to have audio feature of Sai Sangeet also, like some other bhajans
Like Like Quote

Add comment

Submit