Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પાર ઉતારો હે પ્રભુ મારા !

ભરદરિયે ભટકું છું આજે, ગરજે જળની ધારા;
પકડી રાખી જતન કરીને, મનોરથતણી માળા.....પાર ઉતારો

અશક્યને પણ શક્ય કરી દો, ગાયે ભક્ત તમારા;
એ જ ભરોસો રાખી બેઠો, જલતી અગણિત જ્વાળા....પાર ઉતારો

વાળ ગણાય છતાં ન ગણાયે, અપરાધ બધા મારા;
ખામી દોષ અનંત ખરે છે, ગુણ ના કોઈ સારા....પાર ઉતારો

નજર તમારા પર છે રાખી, નિરાશ ન કરો પ્યારા;
'પાગલ’ના પ્રભુ વ્હારે આવો, વરદાન લઈ ન્યારાં ! ...પાર ઉતારો

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit