Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

MP3 Audio

*

દિવ્ય કૃપાને ઢાળો,
દયામય, દિવ્ય કૃપાને ઢાળો

માર્ગ ભર્યો અંધારે મારો,
અમૃતથી અજવાળો;
કંટકકંકર દૂર કરી દો,
નૌકા મારી તારો. ....દયામય.

રોજ પ્રભાતે કરું પ્રતિક્ષા,
વચન તમારું પાળો;
દીન પર દયા લાવો આજે,
મરતાને ના મારો....દયામય.

'પાગલ’ અંતર તલસે તેને
શીતળ સ્પર્શે ઠારો;
આધાર તમારો છે એકલ,
પોકાર સુણો મારો. ....દયામય.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit