Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પત્થર ઊપર પાણી,
જો જો થાય પ્રાર્થના મારી, પત્થર ઊપર પાણી.

હિંમત છે, ધીરજ શ્રદ્ધા છે, મક્કમતા પણ ભારી;
અરજી રોજ કરું અંતરની ગદ્ ગદ્ ગાતાં વાણી ... પત્થર

શક્તિના સ્વામી છો સૌથી સમર્થ અંતરયામી;
નિરાશ કોઇને ય કરો ના, મહાન ધ્યાની દાની ... પત્થર

પ્રતીક્ષા કરું કૈંક કાળથી, સાચો ભાવ વહાવી;
બોલો ના ચાલો ના શાને, પામર હું તો પ્રાણી ... પત્થર

દયા થશે ના તો જીવનમાં કરમાઇ જશે ક્યારી;
તેથી કહું થશો ના કોદી પત્થર ઊપર પાણી ... પત્થર

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit