Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

MP3 Audio

*

સર્વસમર્થ તમે છો અમને ચિંતા શાની હોય,
ક્લેશ કષ્ટ કે પરિતાપ રહે કેમ વિપત્તિ કોય ?

મુંઝાવાનું હોય અમારે ભૂલેચૂકે કેમ ?
શાંતિ સોડમાં સદા તમારી, કરો અમારું ક્ષેમ. ....સર્વસમર્થ

કૃપા તમારી વરસે એથી નથી અન્ય કો' લાભ,
સદા સલામત નાવ અમારું પડે ભલે ને આભ.

સર્વસમર્થ તમે છો અમને ચિંતા શાની હોય,
નિરાશા વળી વેદન શાને પ્રેમ તમારો તોય?  .... સર્વસમર્થ

ગુરૂ તમે છો માતપિતા ને જીવનના રખવાળ,
અમીનજર જો હોય તમારી કંપી જાયે કાળ;

'પાગલ' પ્રાર્થે એથી આજે આશીર્વાદ ધરો,
સર્વસમર્થ તમે છો એવી ઉક્તિ સત્ય કરો..... સર્વસમર્થ

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit