Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમે હજી કેમ કૃપા ન કરી ?
મારી આશ હજી ના ફળી ... તમે

પ્રતિપળ જુગના જેવી જાયે, જાયે આંસુ સરી;
પીડા પ્રાણતણી ના મટતી, સઘળી રોમ ભરી ... તમે

શ્રદ્ધા સતત લઇને બેઠો, આરતિ આર્ત કરી;
કઠોર કેમ થયા છો આજે આમ ફરી ? ... તમે

કોણ પૂજશે, કોણ માનશે યશની વાત ખરી ?
કોણ પ્રાર્થશે સત્વર લો ના સંકટ લેશ હરી ! ... તમે

કૃપા કરો તો પલકમાત્રમાં જઉં ત્રિતાપ તરી;
'પાગલ'ના પ્રભુ સિંધુમાંથી વરસો બિંદુ જરી ... તમે

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit