Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમે હજુ શાંત બેઠા કેમ ?
કરો ના સ્વલ્પ શાને રે’મ ?...તમે.

સ્થિર નયને નિહાળો છો દર્દ નિર્દય જેમ,
સમર્થ છતાં કૈં ન કરતા, થયા ટાઢા હેમ....તમે.

કષ્ટ શિશુનાં માત તેમજ તાત દેખે કેમ,
કેમ દેખી દુઃખ હજુયે ના કરી દો ક્ષેમ. ...તમે.

સ્તવે તમને કોણ ગાયે ગીત આમ સપ્રેમ,
તે છતાં નગુણા થયા છો મને લાગે એમ. ...તમે.

ગઈ વેળા ઘણી વીતી જિંદગી યે તેમ;
હવે તો પૂરી કરી દો આજ મારી નેમ. ...તમે.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit