Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ધાર્યું બિરુદ મહાન તમે.
કરુણાસિંધુ પતિતપાવન ને,
કૈંક સાંભળ્યું એમ અમે.... ધાર્યું બિરુદ.

કહ્યું તમે કે મનડું જેનું
ચારૂ ચરણમાં લેશ રમે,
તેની સંભાળ તમે રાખો,
કૈંક સાંભળ્યું એમ અમે. .... ધાર્યું બિરુદ.

સમર્થ શરણાગત વત્સલ છો,
દયાનિધાન અનન્ય તમે;
પરમતત્વ છો જેને માટે,
કૈંક તપે ને દેહ દમે. ... ધાર્યું બિરુદ.

સત્ય કરી દો વાત બધી એ,
તમારા વિના કૈં ન ગમે;
'પાગલ’ પ્રભુ વાર કરો ના,
હૈયું વધુ ના દર્દ ખમે. .... ધાર્યું બિરુદ.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit