Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

દર્શન કરી તમારું મુજને આનંદ ઘણો થાય,
હિલોળે ચઢે હૈયું મારે મલકાટ ન માય.

રૂપ તમારું કેવું સુંદર, શીતળ આંખો થાય,
જોતાંવેંત જ દુઃખ ટળે ને ચિંતા નાસી જાય.

મિલ્કત કોઈ મળી ગઈ હો મોટી લાગે એમ,
કૃતાર્થતા અંતરની મારી કહી બતાવું કેમ ?

મંગલ મૂર્તિ જોઈ મુજને થાય ખાતરી એમ,
મળવા જેવું મળી ગયું છે, હતી જેહની નેમ.

શિરડીના ઓ સાઈ, તમને જોઈ મુજને થાય,
રૂપ તમારું છોડી મારું મનડું ક્યાંય ન જાય !

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit