Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

આ ત્રિભુવનમાં છે કોણે તમારા જેવું,
સુંદર ને સમર્થ એવું ?

કોના પ્રાણમહીં પ્રેમ ભર્યો,
કોણે સેવાનો ભેખ ધર્યો,
છે કોણ ભક્તને કાજે જીવે તેવું,
સુંદર ને સમર્થ એવું ? ....આ ત્રિભુવનમાં

જોઈને દુઃખદરદ દ્રવતું,
પીડા પેખીને પીગળતું,
ના અન્ય મળે એકેય તમારા જેવું,
સુંદર ને સમર્થ એવું.....આ ત્રિભુવનમાં

રિદ્ધિસિદ્ધિ સેવે તમને,
એથી રક્ષો નિશદિન અમને;
નિઃસ્વાર્થ નથી કોઈ કરનારું તેવું,
સુંદર ને સમર્થ એવું.....આ ત્રિભુવનમાં

'પાગલ’ તો ચાહે કેમ નહીં,
પૂજે ઉર ધારી કેમ નહીં ?
સેવો મુજને ને હુંય નિરંતર સેવું,
સુંદર ને સમર્થ એવું.....આ ત્રિભુવનમાં

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit