Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સાંઈ, અરજ કરી મેં આજે,
જોજો કીર્તિ તમારી લાજે !

તમારા વિના કોણ કહોને,
મારો સુણે અવાજે ?
નવાજો નહીં મુજને નેહે,
કોણ જ અન્ય નવાજે ? ....સાઈ.

સાચા દિલની કરી પ્રાર્થના,
સુણવી સત્વર છાજે;
કરી પ્રતિજ્ઞા પૂર્ણ તમે તો,
નિજ પ્રેમીને કાજે. ....સાઈ.

અંતર્યામી મૂર્તિ તમારી,
મારા મનમાં રાજે;
ગૌરવનાં ગીત તમારાં કૈં,
મુજ અંતરમાં ગાજે. ....સાઈ.

પોષણ પામું તમારી કૃપા-
તણા સુસ્વાદુ અનાજે;
રક્ષા કરો, તમારો બાળક
દવ વચ્ચે ના દાઝે ! ....સાઈ.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit