Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

હે દેવ પરમ હિતકારી,
મારું હિત ગયા શું વિસારી !

હશે કરોડો ભક્ત તમારા, ગણના છો ના મારી;
મારે તો પ્રભુ એક તમો છો, અતૂટ એવી યારી.
તનમન તેમજ અંતર દીધું ચારું ચરણમાં ઢાળી....હે દેવ.

તનથી પૂજું, મનથી પૂજું, પૂજું હૈયે ધારી;
વાણીથી ભક્તિરસ ચાખું રૂપ તમારું ભાળી.
રોમરોમમાં રાગ ભરીને રાસ રમું છું ભારી. ...હે દેવ.

'પાગલ’ પ્રેમીના ના છોડો, નમ્ર પ્રાર્થના મારી;
હિતનું કામ કરી દો આજે ચિંતા શમાવો સારી.
વાર વિપળની હવે કરો ના, કૃપા કરી દો ન્યારી....હે દેવ.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit